Weather Updates| આગામી ત્રણ દિવસ ગરમી સહન કરવા તૈયાર રહે ગુજરાતીઓ, અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. આગામી ત્રણ દિવસોમાં ગુજરાતીઓએ ગરમી સહન કરવી પડશે.
અંબાલાલ પટેલે કહ્યું હતું કે જોકે 16 જૂલાઇ બાદ મેઘરાજા ફરી રાજ્ય પર મહેરબાન થશે. દેશના ઉત્તરીય પર્વતીય પૂર્વીય ભાગોમાં સરકાર વરસાદની શક્યા ઓછી છે. 11થી 15 સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટાં અને દરિયા કિનારે વરસાદ પડી શકે છે.
તેમના મતે અરબી સમુદ્રના પવનો નબળા રહેતા ગુજરાતમાં હાલ ચાર દિવસ વરસાદની શક્યતા ઓછી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ નિષ્ક્રિય રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. 17થી 24 જૂલાઇ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થશે. 14 અને 15મી જૂલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે