
Ambalal Patel Forecast : અંગ દઝાડતી ગરમી માટે રહો તૈયાર: અંબાલાલ પટેલે ગરમીને લઈ શું કરી મોટી આગાહી?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 24 માર્ચથી ગરમી વધશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સરેરાશ તાપમાન 42 ડિગ્રી સુધી જશે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનવર્ષા. આકરા તાપમાં શેકાવા માટે થઈ જજો તૈયાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આકરી ગરમી પડવાની કરી છે આગાહી. 24 માર્ચથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાનું શરૂ થશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતા છે. જ્યારે રાજકોટ, જુનાગઢ અને જામનગરમાં 40 ડિગ્રી, તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો ઉંચકાયને 41થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો કે સાત એપ્રિલ બાદ પશ્ચિમી વિક્ષેપને લઈ દેશના વાતાવરણમાં પલટો આવશે. પહાડી વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસશે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે.