Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાના સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલે આજથી જ રાજ્યમાં હવામાનમાં પલટાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં 25 નવેમ્બર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં 26 નવેમ્બર.થી વાવાઝોડું સક્રિય થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલના મતે બંગાળની ખાડીમાં 26 નવેમ્બરથી જે વાવાઝોડું સક્રિય થવાનું છે.. તેને લઈને રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. 6 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠા જેવુ વાતાવરણ સર્જાય શકે છે. 15થી 17 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો 21 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ.. એટલુ જ નહીં જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ હવામાન પલટો આવવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે..