Ambalal Patel Prediction : ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ? અંબાલાલ પટેલે જુઓ શું કરી આગાહી
પતંગ રસીકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઉત્તરાયણમાં પવનદેવ મહેરબાન રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે ઉત્તરાયણમાં સારો પવન રહે તેવી શક્યતા છે. પવનની ગતિ 6 કિલોમીટકથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકે રહે તેવી શક્યતા છે. જોકે 9 થી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ગુજરાતના અનેક ભાગોમાં 10 થી 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. 10-11 જાન્યુઆરીમાં કઈંક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે છે. ઉતારાયણથી અમુક જિલ્લાઓમાં વાદળો આવશે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી ફરી ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે.
Tags :
Ambalal Patel Prediction