રાજ્યમાં બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ક્યારે યોજાશે પરીક્ષા,શું કરાઈ જાહેરાત?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 13 ફેબ્રુઆરી 2022 ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. 2018માં જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેઓ આ પરીક્ષા આપી શકશે.