કોગ્રેસના આ નેતાએ ઉત્તરાયણની ગાઇડલાઇનનો કર્યો ભંગ, લાઉડ સ્પીકર સાથે કરી ઉજવણી
કોગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલે ઉત્તરાયણની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. લાઉડ સ્પીકર સાથે ધર્મેન્દ્ર પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ધર્મેન્દ્ર પટેલ અમરાઇવાડી બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર હતા. મહત્વનું છે કે સરકારે ઉત્તરાયણની ગાઇડલાઇનમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે.