
CR Patil: ગુજરાતમાં હવે પછીની ચૂંટણી કોની આગેવાનીમાં લડાશે, સી.આર.પાટીલનો મોટો ધડાકો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સીઆર પાટીલે પ્રેસ કૉન્ફરન્સમાં સંકેત આપ્યા કે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. હવે પછીની ચૂંટણી નવા પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં લડાશે. એક વ્યક્તિ એક પદ પ્રમાણે સીઆર પાટીલના સ્થાને અન્ય પ્રદેશ અધ્યક્ષની ટૂંક સમયમાં જ જાહેરાત થશે. હવે પછીની ચૂંટણીઓ ભાજપ નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં લડશે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ છે. હવે ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે છે. મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, ભાજપના પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી કોઈ નેતા હોઈ શકે છે.