Ambalal Patel Prediction: કડકડતી ઠંડી પડશે કે ફરી માવઠું થશે? અંબાલાલ પટેલે શું કરી આગાહી ?
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે, હાલમાં પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. જોકે, આગામી દિવસોમાં ઠંડી અને વરસાદ બંનેનો અનુભવ થઈ શકે છે.
ઠંડીના ચમકારા માટે રાહ જોવી પડશે
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી મજબૂત વિક્ષેપ (Western Disturbance) આવે તો જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે. હાલમાં એશિયા અને યુરોપ ખંડના પવનો મર્જ થવાને કારણે ઠંડીનો અનુભવ થયો હતો, પરંતુ હવે લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીની અસર ઓછી થશે. હવામાનમાં વારંવારના પલટાને કારણે હાલ ઠંડીમાં વધઘટ જોવા મળશે. આ ઉપરાંત ડિસેમ્બરના પ્રારંભે કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીએ પહોંચી શકે છે.
ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ જ ઠંડીનો ચમકારો વર્તાશે
વધુમાં, અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનામાં ઠંડી પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પછીથી વર્તાશે.