Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. ગતરાત્રિના 12 શહેરમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયા 7.8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર રહ્યું હતું. તો અમદાવાદમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. બે દિવસ પહેલા અમદાવાદનું સિઝનનું સૌથી ઓછુ 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. સોમવારે 14 ડિગ્રી તાપમાન નોંધાતા અમદાવાદ રાજ્યમાં 16મું ઠંડુ શહેર બન્યું હતું.. આ તરફ પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે તો અમદાવાદમાં હજુ ત્રણ દિવસ લઘુતમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે...જોકે હવામાન નિષ્ણાંતોએ અમદાવાદમાં ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રી પર પહોંચવાનું અનુમાન વ્યકત કર્યું છે.