Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગત

આખું વિશ્વ  નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતના મેગા સીટી જેવા કે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ગોઆ અને ગુજરાતમાં પણ તેની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. એકબાજુ લોકો નવા વર્ષના સ્વાગત માટે ફેમીલી સાથે હોલી-ડે પર જતા હોય છે ત્યારે અમુક લોકો તેની ઉજવણી ઘર આંગણે જ કરતા હોય છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં લોકોએ ઉત્સાહભેર નવા વર્ષને વધાવ્યું હતું. તો નવા વર્ષની ઉજવણી માટે આ વખતે પોલીસે પણ સખત બંદોબસ્ત ગોઠવ્યો હતો. 

મુંબઈ, દિલ્હી, પૂના, બેંગ્લુરુ, અમદાવાદ સહિતના શહેરમાં વિવિધ પ્રકારના ઉત્સવો થઈ રહ્યા છે. દરેક લોકોએ જૂના વર્ષ 2024 ને ખુશીઓ સાથે વિદાય આપી હતી. દરેક વ્યક્તિ આશા રાખે છે કે  નવુ વર્ષ 2025  દરેકના જીવનમાં ખુશીઓ લઈને આવશે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola