રાજ્યમાં પાંચ દિવસ હિટ વેવની આગાહી,અમદાવાદમાં આજે ઓરેંજ એલર્ટ
ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ અંગ દઝાડતી ગરમીની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આકરી ગરમી પડી શકે છે. આવતીકાલથી તાપમાનમાં ફરી બેથીત્રણ ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. આ તરફ અમદાવાદમાં પણ ચાર દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે