પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા

Continues below advertisement

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા દીવ,દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે હાંકલ કરી હતી. સાબરકાંઠામાં આંજણા ચૌધરી સમાજના મા અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જાહેર સભાને સંબોધતા દીવ,દમણ, દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે જાહેર મંચ પરથી પાટીદારો અને ચૌધરી સમાજને એક થવા હાંકલ કરી હતી. પ્રફુલ્લ પટેલે કહ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે, તો ત્રણેય સગી બહેનોના સંતાનો કેમ અલગ હોય. કડવા અને લેઉવા પટેલનો ભેદ ભૂલવાની સાથોસાથ ચૌધરીને પણ પટેલ ગણવા અપીલ કરી હતી. આટલું જ નહીં એવી પણ ટકોર કરી કે રાજકીય રીતે એક થવાની વાત નથી પણ સામાજિક રીતે એક થવાની જરૂર છે. આ તકે સંઘપ્રદેશના પ્રશાસકે અટક ભલે અલગ-અલગ હોય પણ વ્યવસાયે ખેતી કરતા હોય તે તમામને પાટીદાર ગણવા વિશાળ હ્રદયે સમાજના આગેવાનોને વિચારણા કરવા પણ અપીલ કરી હતી. તો સંઘપ્રદેશના પ્રશાસકની આ અપીલને બનાસ ડેરીના ચેરમેન અને ચૌધરી સમાજના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પણ સમર્થન આપતા કહ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય મા જગદંબાના જ અલગ- અલગ સ્વરૂપો છે. ત્યારે તમામને સાથે રાખીને આગળ વધવા અપીલ કરી હતી. આ સાથે જો તમામ સાથે મળીને આગળ વધે તો આવનારી પેઢીનું પણ ભવિષ્ય ઉજ્જવળ હશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola