India Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP Asmita
India Rain | Uttarakhand Flood | અડધો દેશમાં જળપ્રલયથી તબાહી. ઉત્તરાખંડ, પ.બંગાળ, બિહારમાં જળપ્રલય. યુપી અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી મુશ્કેલી. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મૂશળધાર વરસાદ. વરસાદથી ખેતરો, રહેણાંક વિસ્તારોમાં પૂરની સ્થિતિ. પહાડી રાજ્યોમાં પણ વરસાદથી તબાહી . ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે તબાહી મચાવતા 12 લોકોના મોત નીપજ્યા છે. હજુ અનેક લોકો ગુમ હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
બીજી તરફ, મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઇમાં 12 ઇંચ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને અસર થઇ હતી. મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા હતા. દાદર રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા.આઝાદનગર મેટ્રો સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. વિદ્યાવિહાર, ડોમ્બિવલી, બોરીવલીમાં પાણી ભરાયા હતા. અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હતા.