Kupwara Encounter: જૂમ્મૂ-કશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે આતંકીઓને કર્યા ઠાર

Continues below advertisement

મંગળવારે સવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. ૧૩ ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યાથી ભારત-પાકિસ્તાન સરહદ (LOC) નજીકના કુમ્બકડી જંગલમાં આ કાર્યવાહી ચાલી રહી હતી. આતંકવાદીઓએ આ વિસ્તારમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો.

અગાઉ,  8 સપ્ટેમ્બરના રોજ, સેનાએ કાશ્મીરના કુલગામમાં એક એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગુદ્દર જંગલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સેનાએ તેને "ઓપરેશન ગુડડર" નામ આપ્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન બે સૈનિકો પણ ઘાયલ થયા હતા.

ઓપરેશન ગુડડરમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ અમીર અહેમદ ડાર તરીકે થઈ છે, જે શોપિયાનો રહેવાસી છે. તે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો અને સપ્ટેમ્બર 2023 થી સક્રિય હતો. પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા 14 આતંકવાદીઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola