Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ

Continues below advertisement

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ

ચાર ધામ યાત્રા શરૂ થયાના 40 દિવસ વિતી ગયા છે. આ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શને પહોંચ્યા હતાં. હાલમાં પણ જોશીમઠ પર 20 કિમી લાંબી લાઈનો લાગી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ભારે વરસાદ પડી રહ્યો છે... જેના પગલે હાલ પૂરતા ચાર ધામ યાત્રાને અટકાવવી પડી હતી. ધર્મનગરી તરીકે જાણીતા ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રાને અટકાવવી પડી હતી. જેના પગલે હજારો યાત્રાળુઓ ફસાયા હતાં. ચંપાવતમાં નદીમાં આશરે 50 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતાં. તમામને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતાં. ભારે વરસાદ વચ્ચે હવે ઉંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. સતત વરસાદ અને હિમવર્ષાની આગાહી વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ચાર ધામ યાત્રા માટેની આસ્થા અડીખમ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 7.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બદરીનાથ ધામમાં પહોંચી ચૂક્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola