ABP News

Maha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોત

Continues below advertisement

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે થયેલી ભાગદોડ અંગે મેળાના અધિકારી અને ડીઆઈજી કુંભ વૈભવ કૃષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ કહ્યું- ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા. 60 લોકો ઘાયલ થયા છે. 25 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે.1 ગુજરાત અને આસામના હતા.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે થયેલી ભાગદોડ અંગે મેળાના અધિકારી અને ડીઆઈજી કુંભ વૈભવ કૃષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન, ડીએમ મેળા વિજય કિરણ આનંદ અને ડીઆઈજી મેળા વૈભવ કૃષ્ણાએ શ્રદ્ધાળુઓના મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા અને કહ્યું કે ભાગદોડમાં 30 લોકોના મોત થયા છે, જેમાંથી 25 મૃતકોની ઓળખ થઈ ગઈ છે. તે જ સમયે, 90 ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

લગભગ 16 કલાક પછી, વહીવટીતંત્રે સત્તાવાર મૃત્યુઆંક જાહેર કર્યો. મહાકુંભના ડીઆઈજીએ જણાવ્યું હતું કે કેટલાક ઘાયલોને તેમના સંબંધીઓ લઈ ગયા હતા. ભારે ભીડને કારણે બેરિકેડ તૂટી ગયા.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram