Ahmedabad | કોલકત્તા ડોક્ટર્સ કેસ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં કરાયો વધારો | Abp Asmita
કોલકતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે... દેશભરમાં આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.. ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યા છે.. સિવિલ હોસ્પિટલના સમગ્ર પરિસરમાં હવે SHE ટીમ હાજર રાખવાનો નિર્ણય કરાયો છે...હવે રાત્રીના સમયે પણ સિવિલ પરિસરમાં SHE ટીમ હાજર રહેશે.. સુપરિટેન્ડન્ટ દ્વારા પરિસરમાં પોલીસની SHE ટીમ રાખવા કમિશનરને અપીલ કરવામાં આવી હતી.. પોલીસ કમિશનરે મંજૂરી આપતા હવેથી 24 કલાક SHE ટીમ હાજર રહેશે... મહિલા હોસ્ટેલ,મેડિકલ કોલેજ અને ટ્રોમા સેન્ટર આસપાસ વિશેષ કાળજી રાખવામાં આવશે...
કોલકાતાની સરકારી હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. આ ઘટનાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન સીબીઆઈએ ગઈકાલે બપોરે પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની લાંબી પૂછપરછ કરી હતી. CBI એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, સંદીપ ઘોષ તે રાત્રે ક્યાં હતો.