Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન

Continues below advertisement

Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન

Delhi car explosion: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે (November 10, 2025) લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે પુષ્ટિ કરી કે વિસ્ફોટ Hyundai i20 કાર માં થયો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ ઘટનાની દરેક ખૂણેથી તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં વિસ્ફોટમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટમાં જ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગૃહમંત્રીએ NSG, NIA અને FSL ની ટીમોને તાત્કાલિક સંપૂર્ણ તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે અને આસપાસના તમામ CCTV કેમેરાની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ગૃહમંત્રી અમિત શાહનું સત્તાવાર નિવેદન અને વિસ્ફોટનો સમય

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક વિસ્ફોટની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કરતાં તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, "આજે સાંજે લગભગ 7 વાગ્યે, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આવેલા સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક Hyundai i20 કારમાં વિસ્ફોટ થયો હતો." આ વિસ્ફોટના કારણે કેટલાક રાહદારીઓ ઘાયલ થયા હતા અને નજીકના અન્ય વાહનોને પણ મોટું નુકસાન થયું હતું. પ્રારંભિક અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

ગૃહમંત્રીએ જણાવ્યું કે વિસ્ફોટની માહિતી મળ્યાના માત્ર 10 મિનિટમાં જ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેણે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola