Bengal Election 2026: બંગાળમાં મતદાન પર અમિત શાહનો દાવો

Continues below advertisement

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બંગાળમાં પ્રચંડ બહુમત આવી રહ્યો છે અને અંગ, બંગ અને કલિંગ ત્રણેય ક્ષેત્રોમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અમિત શાહે કહ્યું કે મતદારોની સંખ્યામાં વધારો લોકશાહીમાં વધેલા ઉત્સાહ અને વિશ્વાસ દર્શાવે છે. તેમણે પ્રથમ તબક્કાના તમામ મતદારોનો આભાર માન્યો અને બીજા તબક્કામાં મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી.

તેમણે ચૂંટણી પંચ, બંગાળ પોલીસ, સુરક્ષા દળો અને મતદાન કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો. શાહના મતે લોકોએ ભય વિના રેકોર્ડ મતદાન કર્યું છે, જે પરિવર્તન માટેનો જનાદેશ દર્શાવે છે. તેમણે કહ્યું કે બંગાળ હવે "ભયથી વિશ્વાસ" તરફની સફર પર છે અને પરિવર્તન અનિવાર્ય છે. અમિત શાહે કહ્યું કે, તેમને મળેલા ફીડબેકના આધારે રાજ્યના લોકોએ પહેલા તબક્કામાં પોતાનું ભવિષ્ય નક્કી કરી લીધું છે. શાહે કહ્યું કે પ્રચંડ બહુમત સાથે બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે અને પ્રથમ તબક્કાની 152 માંથી 110 બેઠકો જીતી રહ્યા છીએ. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola