અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી આપ્યું રાજીનામું, જુઓ વીડિયો
મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું. દેશમુખ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું સોંપવા નીકળ્યા છે. અનિલ દેશમુખ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના કોટાથી ગૃહમંત્રી હતા. દેશમુખે રાજ્યપાલને બદલે મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું આપશે. આજે જ બોંબે હાઈકોર્ટે દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ નિર્ણય હાઈકોર્ટે મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહની જનહિત અરજી પર આપ્યો છે. પરમબીર સિંહે અનિલ દેશમુખ પર હપ્તા માટે ટારગેટ આપવાનો આરોપ લગાવ્યો હતો અને આ સંબંધે સીબીઆઈ તપાસની માંગ કરી હતી