અસ્મિતા વિશેષઃ ખાખીનો ખલનાયક?
અસ્મિતા વિશેષમાં વાત દેશના સૌથી ચર્ચાસ્પદ એવા એંટીલીયાકાંડની જેની તપાસના તથ્યો જેમ જેમ સામે આવી રહ્યા છે. તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે અને આજ તપાસની કડીમાં સૌથી વધારે જો ચર્ચાતું જો કોઈ નામ હોય તો તે છે મુંબઈ પોલીસના એક સમયના દમદાર પોલીસ ઓફિસર સચીન વાજે. કોણ છે સચીન વાજે અને કેવી રીતે એન્ટીલિયાકાંડમાં ખુલ્યું છે વાજેનું નામ. એક સમયે ગુનેગારો જેના નામથી ભાગતા હતા,હાંફતા હતા,ડરતા હતા. જે વાજે આજે niaના સાણસામાં કેમ છે