અસ્મિતા વિશેષઃ મુંબઇ મિસ્ટ્રી
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત વસૂલી વાળી પેન ડ્રાઈવના પોસ્ટમોર્ટમની. એન્ટિલિયા કેસ પછી મહારાષ્ટ્ર સરકાર સતત સવાલોના ઘેરામાં છે. એટલામાં ભાજપે આરોપોનો બીજો એક રાજકીય બોમ્બ ફોડી દીધો. વસૂલીની વાત ચાલી રહી હતી અને બીજેપી તરફથી દેવેન્દ્ર ફડણવીસ એક પેનડ્રાઈવ લઈને આવ્યા અને આરોપ લગાવ્યા કે મોટા પોલીસ અધિકારીઓની પૈસા લઈ પોસ્ટીંગ થઈ છે તેમની પાસે આ વાતનું રેકોર્ડિંગ છે. પછી શું હતું શરૂ થઈ ગઈ વધુ એક રાજકીય બબાલ.
Continues below advertisement