Baba Vanga's 2026 Warning: બાબા વાંગાની 2026ને લઈ ચિંતાજનક ભવિષ્યવાણી
2026ના વર્ષમાં વિનાશક યુદ્ધ અને દુનિયામાં રાજકીય અને આર્થિક અસ્થિરતાની બાબા વાંગાની આગાહીના વૈશ્વિક મીડિયામાં અહેવાલથી હડકંપ મચી ગયો. આવતા વર્ષમાં કુદરતી તારાજી અને AI બેકાબૂ બનવાની તેમજ વિશાળ એલિયન એયરફ્રાફ્ટ પૃથ્વી પર આવી પરગ્રહવાસી હુમલો કરવાની બાબા વાંગાની આગાહીના અહેવાલોની વૈશ્વિક ચર્ચા થઈ રહી છે..બલ્ગેરિયાના બાબા વાંગાએ 2026 માટે કરેલી આગાહીઓમાં પૃથ્વી પર એલિયન્સનું આગમન, એઆઇ માણસના કાબૂ બહાર જતું રહેશે અને પૂર્વમાં એક મોટું વિનાશક યુદ્ધ છેડાશે, જે સમય જતાં આખી દુનિયામાં ફેલાઇ જશે.મીડિયા અહેવાસો અનુસાર, બાબા વાંગાએ ભવિષ્યવાણી કરી હતી કે, 2026માં દુનિયાના પૂર્વ હિસ્સામાં એક મોટું યુદ્ધ છેડાશે. આ વિનાશકારી યુદ્ધ ધીમે ધીમે આખી દુનિયામાં પ્રસરશે જેને કારણે દુનિયાના પશ્ચિમી જગતમાં મોટી અસર પડશે.આ યુદ્ધને કારણે દુનિયામાં સત્તાની બાજી પણ પલટાઇ શકે. યુદ્ધને કારણે મોટાપાયે વિનાશ,જાનહાનિ અને વિનાશ વેરાતો જોવા મળશે.ભવિષ્યવાણીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે 2026માં લોકોને ઘણી કુદરતી આફતોનો સામનો કરવો પડશે.2026નું વર્ષ કુદરતી તબાહીનું વર્ષ બની રહેશે. ભૂકંપ,જ્વાળામુખી અને ભારે વરસાદ જેવી આફતો ત્રાટકશે, જેને કારણે પર્યાવરણને પણ ભારે નુકસાન થશે. બાબા વાંગાએ એક રસપ્રદ ભવિષ્યવાણી એ પણ કરી કે એઆઇ એટલી શક્તિશાળી બની જશે કે તેના પર નિયંત્રણ રાખવાનું કામ માણસો માટે કાબૂ બહારનું બની જશે. એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે, બલ્ગેરિયામાં થઇ ગયેલી અંધ મહિલા બાબા વાંગા તરીકે વિખ્યાત હતી. બાબા વાંગાનું 1996માં અવસાન થયું હતું, પરંતુ તેમની ભવિષ્યવાણીઓની આજે પણ વૈશ્વિક સ્તરે ચર્ચા છે અને અવારનવાર મીડિયામાં અહેવાસો આવતા રહે છે..