Badalapur Protest | પ્રદર્શનની ભીડ પાછળ રાજકીય હાથ?, એકનાથ શિંદેનું ચોંકાવનારું નિવેદન

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એવો દાવો કર્યો હતો કે થાણે જિલ્લાના બદલાપુરમાં બે ક્ધિડરગાર્ટનમાં ભણતી છોકરીઓના કથિત જાતિય શોષણ અંગે કરવામાં આવેલો હિંસક વિરોધ રાજકીય રીતે પ્રેરિત હતો અને તેનો હેતુ રાજ્ય સરકારને બદનામ કરવાનો હતો.તેમણે એમ પણ કહ્યું કે મોટાભાગના દેખાવકારો બહારના હતા. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આ ઘટના પર રાજકારણ કરનારાઓને શરમ આવવી જોઈએ.

બદલાપુર શહેરમાં મંગળવારે એક વિશાળ જનવિરોધ ફાટી નીકળ્યો હતો કારણ કે ગુસ્સે થયેલા માતા-પિતા, સ્થાનિક રહેવાસીઓ અને અન્ય લોકોએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધા હતા અને શાળામાં તોડફોડ કરી હતી જ્યાં ગયા અઠવાડિયે એક પુરૂષ કર્મચારી દ્વારા ક્ધિડરગાર્ટનની બે વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola