Bengluru stampede News: બેંગલુરુમાં ભાગદોડમાં 11ના મોત, 50થી વધુ ઘાયલ | Abp Asmita
Continues below advertisement
બેંગલુરુ: પહેલી વાર IPL ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીતનો જશ્ન બુધવારે શોકમાં ફેરવાઈ ગયો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખો ચાહકો આ ઉજવણીમાં ભાગ લેવા માટે ભેગા થયા બાદ ભાગદોડ મચી ગઈ હતી. આમાં 11 લોકો માર્યા ગયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે ભાગદોડમાં 11 લોકો માર્યા ગયા છે અને 33 લોકો ઘાયલ પણ થયા છે, જે ખતરાથી બહાર છે. જોકે મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે તેવો સૂત્રો દાવો કરી રહ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખો લોકો એકઠા થયા હતા. અંદર પ્રવેશવા માટે નાસભાગ મચી ગઈ હતી. અંદરની બધી સીટો ભરાઈ ગઈ હતી. જે લોકો ઉભા હતા તેઓ બહાર નીકળી શક્યા નહીં, કારણ કે ગેટ ખોલતાની સાથે જ ભીડ અંદર પ્રવેશવા લાગશે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement