ડુંગળી પકવતા ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ડુંગળી પકવતા ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર આવ્યા છે. ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ભારત સરકાર 1 જાન્યુઆરી 2021 થી તમામ પ્રકારની ડુંગળીની નિકાસની મંજૂરી આપી દીધી છે. ડુંગળીનું ઉત્પાદન થતા 14 સપ્ટેમ્બરથી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવાયો હતો. દેશમાં અતિવૃષ્ટીના કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું થતા સપ્ટેમ્બરથી તેના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે હવે હટાવાની સરકારે જાહેરાત કરી છે.