BJP Press Conference : ભાજપની પત્રકાર પરીષદ , આતંકવાદનો ખાત્મો તમામે જોયો
BJP Press Conference : ભાજપની પત્રકાર પરીષદ , આતંકવાદનો ખાત્મો તમામે જોયો
પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પ પર કરેલી એરસ્ટ્રાઇકને લઈ આજે ભાજપે પત્રકાર પરીષદ યોજી હતી. ઓપરેશન સિંદૂર અંગે વાત કરતાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, આતંકવાદનો ખાત્મો તમામે જોયો. આતંકવાદ વિરુદ્ધ એક નિર્ણાયક સંદેશ. આતંકવાદનો ખાત્મો દુનિયામાં સંદેશ. ઓપરેશન સિંદૂર સફળ થયું છે. ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડાઓને તબાહ કર્યા. ભારતીય સેનાએ દુનિયાને બહાદુરી દેખાડી. ભારતીય સેનાએ અદમ્ય સાહસનો પરિચય આપ્યો. પહલગામ હુમલાનો બદલો લેવા પીએમએ કહ્યું હતુ. પીએમ મોદીએ બદલો લેવાનું વચન આપ્યું હતુ. ભારતે સિંધૂ નદીનું પાણી રોકી દીધું. અટારી વાઘા બોર્ડર પણ રોકી દીધી. પાકિસ્તાનના જુઠાણાનો પર્દાફાશ થયો. 50 વર્ષમાં જે અસંભવ હતું તે સંભવ કર્યું. નવ આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરાયા. મોટા ઈસ્લામિક દેશો ભારતના સમર્થનમાં આવ્યા. ઓપરેશન સિંદૂરથી ભારતે દુનિયાને દમ દેખાડ્યો. સિંધૂ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનની અર્થ વ્યવસ્થાને ઝટકો. લશ્કર, જૈશ, હિજબુલના ઠેકાણાઓ ધ્વસ્ત કરાયા.