ત્રણ સપ્તાહમાં આવી શકે છે કોરોનાની થર્ડ વેવ, દરરોજ આવી શકે છે 1 લાખ કેસ, જાણો શું કહે છે એક્સપર્ટ
કોરોનાની સેકેન્ડ વેવ લગભગ અંતના આરે છે પરંતુ તેની સાથે થર્ડ વેવની શક્યતાએ ચિંતા વધારી છે. એક્સપર્ટનું માનવું છે કે, કોરોના મહામારીની થર્ડ વેવ 3 સપ્તાહ બાદ આવી શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય સંક્રામક નિષ્ણાત ડોક્ટર સમીરન પાંડાએ એ શંકા વ્યક્ત કરતા કહ્યું કે,ઓગસ્ટથી દેશમાં કોરોનાની થર્ડ વેવ આવી શકે છે. અત્યાર સુધીના ડેટાની સમીક્ષા બાદ જે તારણ સામે આવ્યું છે. તે ચિંતાજનક છે. આવનાર આ થર્ડ વેવમાં 50 ટકા કેસ દરરોજ વધી શકે છે. ઓગસ્ટમાં આવનાર થર્ડ વેવ દરમિયાન રોજ લગભગ એક લાખ કેસ નોંધાઇ શકે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે, થર્ડ વેવ ખતરનાક છે.જો કે સેકેન્ડ વેવની સરખામણીમાં તે ખૂબ જ ઓછા છે કારણ કે મેના પહેલા સપ્તાહ દરમિયાન દેશમાં રોજ 4 લાખથી વધુ કેસ નોંધાય હતા. હાલની સ્થિતિને જોઇએ તો રોજ સરેરાશ 40થી 43 હજાર કેસ રોજ નોંધાઇ રહ્યાં છે. આ ડેટા મુજબ એક્સપર્ટે થર્ડ વેવમાં કોરોનાના નવા કેસમાં 50 ટકા વધારોનો અનુમાન લગાવ્યો છે.