Cyclone Montha Update: મોન્થા વાવાઝોડું ત્રાટકતા આંધ્ર પ્રદેશમાં જબરજસ્ત તારાજી

Continues below advertisement

મોન્થા વાવાઝોડું ત્રાટકતા આંધ્ર પ્રદેશમાં જબરજસ્ત તારાજી. બંગાળની ખાડીમાં સર્જાયેલું વિનાશક વાવાઝોડું મોન્થા મંગળવારે રાતે આંધ્ર પ્રદેશના કાકિનાડા અને મછલીપટ્ટનમ દરિયા કનારા વચ્ચે પ્રતિ કલાક 100થી 110 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું હતું. લેન્ડફોલ પછી વાવાઝોડું ઓડિશા તરફ આગળ વધ્યું હતુ. જેને લઈ પ્રશાસન એલર્ટ મોડ પર છે..વાવાઝોડાની અસરને લઈ ઓડિશામાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે.  ઓડિશાનો ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુર વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. તો આ તરફ ગઈકાલે આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા 3થી ચાર કલાક ચાલી હતી. આ સમયે ભારે પવન સાથે અનરાધાર વરસાદ ખાબકતા આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે. 10થી વધુ જિલ્લામાં લોકોને ઘરની બહાર ન નીકળવા ચેતવણી અપાઈ હતી. આંધ્રમાં વાવાઝોડાના કારણે 52 ફ્લાઈટ રદ કરાઈ હતી. વિશાખાપટ્ટનમમા આખો દિવસ ઉડ્યનનું સંચાલન બંધ રખાયું હતુ. તો દક્ષિણ-મધ્ય રેલવેએ 97 ટ્રેન રદ કરાઈ હતી.જ્યારે પાંચ ટ્રેન ડાયવર્ટ કરી હતી. તો તરફ 75 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. વિનાશક વાવાઝોડાના કારણે આંધ્રમાં 1 લાખ 38 હજાર હેક્ટરમાં કૃષિ પાકનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola