Cyclone Montha Update: મોન્થા નામનું વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે

Continues below advertisement

મોન્થા નામનું વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત મોન્થા ઝડપથી  આગળ વધી રહ્યું છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું..
 ચક્રવાત મોન્થાએ દરિયાકાંઠાની નજીક આવવાનું શરૂ કરી દીધું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે.  18 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને આજે સાંજે કે રાત્રે કાકીનાડા કિનારા પર ત્રાટકવાની સંભાવના છે. કેરળમાં ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેમાં બે લોકોના મોત થયા. હવામાન વિભાગે પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અલાપ્પુઝામાં એક માછીમારની હોડી પલટી ગઈ, અને એર્નાકુલમમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું.વાવાઝોડાના ખતરાના કારણે પુરી બીચ પર પ્રવાસીઓને દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. વાવાઝોડું જ્યારે જમીન પર ત્રાટકશે ત્યારે પવનની ગતિ 100 થી 110 કિમી પ્રતિ કલાકની રહેશે. આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું .કર્ણાટક, કેરળ, તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola