Delhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?

Continues below advertisement

દિલ્હીમાં હવાની ક્વોલિટી ખરાબ થતાં આજથી નવા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. આજથી દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન-3 અમલી બનાવી દેવાયો છે. બાંધકામ અને ડિમોલિશનની કાર્યવાહી બંધ રહેશે. બિનજરૂરી માઇનિંગ પ્રવૃત્તિ પણ બંધ રહેશે. દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજનમાં નૉન-CNG, BS-VI  વાહનો, નૉન-ઇલેક્ટ્રિક વાહનો અને ડીઝલ ઇન્ટરસ્ટેટ બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાંચમા ધોરણ સુધીના ક્લાસને હાલમાં બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે. BS-III પેટ્રોલ અને BS-VI ડીઝલ ફોર-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કમર્શિયલ વાહનો દિલ્હીમાં આવી શકશે નહીં. મશીનની મદદથી રસ્તા સાફ કરવામાં આવશે અને જ્યાં ધૂળનું વાતાવરણ છે એવા વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરવામાં આવશે. લોકોને કાર પૂલ કરવા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram