Delhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ પર, સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પૂરા થવાના અવસર પર રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 9600 કરોડ રૂપિયાથી વધુની સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન મોદીએ કહ્યું કે વિકસિત ભારતની યાત્રામાં અમારા દરેક પ્રયાસો 'સ્વચ્છતાથી સમૃદ્ધિ'ના મંત્રને મજબૂત કરશે. માત્ર ગંદકી પ્રત્યેની નફરત જ આપણને સ્વચ્છતા તરફ જવા મજબૂર કરી શકે છે અને મજબૂત પણ બનાવશે. મોદીએ કહ્યું- આજે દેશમાં સ્વચ્છતાના કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકોએ સ્વચ્છતા અભિયાનને અપનાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો છે. જે સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન ચળવળમાંના એક - સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પુરા થવાનું પ્રતિક છે. મોદીએ વધુમાં કહ્યું, હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આજે તમારા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram