Delhi Pollution: દિલ્હીમાં ગંભીર હવા પ્રદુષણનું એલર્ટ, પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસનો નિર્ણય

Continues below advertisement

દિલ્હીમાં પ્રદૂષણને કારણે સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. તેને જોતા દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. વધતા પ્રદૂષણને કારણે મુખ્યમંત્રી આતિશીએ આદેશ આપ્યો હતો. આગામી આદેશ સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં માત્ર ઓનલાઈન ભણાવવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ગુરુવારે સવારે સરેરાશ AQI 430 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારે બુધવારે સરેરાશ AQI 349 નોંધાયો હતો.

પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચતા CAQM એ ગુરુવારે દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) માં GRAP ફેઝ-3 હેઠળ નિયંત્રણો લાદ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ગુરુવારે સતત બીજા દિવસે 'ગંભીર' કેટેગરીમાં રહી હતી, જેના કારણે સત્તાવાળાઓએ પ્રદૂષણ વિરોધી કડક પગલાં લાદવાનું સૂચન કર્યું હતું જે શુક્રવારથી અમલમાં આવશે.

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram