Dehli Rain: દિલ્લી-NCRમાં તોફાની પવન સાથે ખાબક્યો વરસાદ, 2 લોકોના મોત, જુઓ અહેવાલ

 

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે, ત્યારે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે. દિલ્હીના સફદરજંગમાં 79 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ગાઝિયાબાદમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો. જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. બાગપતમાં ભારે તોફાન અને વરસાદ સાથે કરા પડ્યા. દિલ્હી-તીન મૂર્તિ માર્ગ પર ચાલતી ટેક્સી પર વૃક્ષ પડ્યું. જો કે, સદનસીબે જાનહાનિ થવા પામી નથી.

પૂર્વ દિલ્હીના યમુના વિહાર, ભજનપુરા અને ગોકલપુરી જેવા વિસ્તારોમાં ધૂળનું તોફાન આવ્યું જેને લઈને વિઝિબિલિટી ઓછી થઈ ગઈ. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં પણ ભારે તોફાન આવ્યું, અનેક જગ્યાઓ પર વૃક્ષો પડવાના સમાચાર છે, જેનાથી ટ્રાફિક જામ થયો અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola