Delhi Tragdey: ઈમારત ધરાશાયી થતા ચાર લોકોના મોત બાદ આઠ લોકો હજુ દટાયા, જુઓ શું છે સ્થિતિ?
Delhi Tragdey: ઈમારત ધરાશાયી થતા ચાર લોકોના મોત બાદ આઠ લોકો હજુ દટાયા, જુઓ શું છે સ્થિતિ?
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે. કાટમાળમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRF અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે.
ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, એક ઘર ધરાશાયી થવાની માહિતી લગભગ 2:50 વાગ્યે મળી હતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો કાટમાળમાં ફસાયેલા હતા. પોલીસના સહયોગથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે