Maharashtra New CM Oath Ceremony: દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધા
Maharashtra Oath Ceremony: મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે (5 ડિસેમ્બર) મહાયુતિ ગઠબંધનની નવી સરકારની રચના કરવામાં આવી હતી. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સાથે નવી સરકારમાં ફરીથી બે ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવી છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને NCP પ્રમુખ અજિત પવારને ડેપ્યુટી સીએમની જવાબદારી મળી છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. અગાઉની સરકારમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા જ્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCP અધ્યક્ષ અજિત પવાર ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવી રહ્યા હતા. હવે નવી સરકારમાં નેતૃત્વ બદલાયું છે.