થર્ડ વેવ કા હમ બાદ મેં સોંચેગે લેકિન યે સેકન્ડ વેવ બહોત ખતરનાક હૈ, ઈસસે હમેં કિ સી ભી હાલત મેં સેફલી નિકલના હૈ.....

દેશભારમાં કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર, બેડની અછત વર્તાઈ રહી. ત્યારે મુંબઈની ચેપી રોગોના નિષ્ણાંત ડૉ. તૃપ્તિ ગિલાડીને આ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સ્થિતિને લઈને એક પાંચ મીનિટનો વીડિયો શેર કર્યો છે.  તેમાં તે કોરોના સામે દરરોજ લડી રહેલા  લાચાર આરોગ્ય વ્યવસાયિકો કેવી લાગણી અનુભવે છે તે જણાવી રહી છે. વીડિયોમાં ડોક્ટર રડતા રડતા મુંબઈ (Mumbai)ના હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ અંગે જણાવી રહી છે. અને લોકોને કોરોના નિયમનોનું પાલન કરવાની અપીલ કરી રહી છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola