Drivers Strike Over | દેશમાં ડ્રાઇવર્સની હડતાળ પૂર્ણ, ડ્રાઇવર્સને કામ પર પરત ફરવા અપીલ

Truck Drivers Protest: કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. કાયદામાં તાજેતરમાં કરાયેલા સુધારાનો દેશભરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોની હડતાળના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. આ દરમિયાન આજે મોટા સમાચાર સામે આવ્યા છે.  કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ ટ્રક ડ્રાઇવર્સે હડતાલ ખતમ કરવાનો ફેંસલો કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola