Jammu And Kashmir Snowfall : જમ્મુ-કશ્મીરમાં સિઝનની પહેલી હીમવર્ષા, વાહન વ્યવહાર ખોરવાયો

Continues below advertisement

Jammu And Kashmir Snowfall : જમ્મુ-કશ્મીરમાં સિઝનની પહેલી હીમવર્ષા, વાહન વ્યવહાર ખોરવાયો

મોસમના બદલાવ સાથે જમ્મુ કાશ્મીરમાં સીઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરના બાંદીપોર અને સોનમર્ગ સહિતના કેટલાય વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા પડી છે. અમુક સ્થળોએ, કાશ્મીરને જોડનારા મુગલ રોડ પર ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોપિયાનાં મુગલ રોડ પરની પીરીની ગલીમાં ભારે હિમવર્ષા થવાને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. આ તરફ ગંદા બલ જીલ્લાના જજલા પાસે પણ ભારે હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવા માટે સૂચના આપેલ છે. ગુલમર્ગ, બાંદીપોર અને સોનમર્ગમાં ભારે હિમવર્ષાથી સ્વર્ગ જેવું સુંદર દૃશ્ય સર્જાયું છે.

બરફવર્ષાને કારણે પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો છે. ભારે હિમવર્ષા દરમિયાન પ્રવાસીઓ આનંદ માણતા જોવા મળે છે. જોકે તેના કારણે કેટલીક જગ્યાઓ પર વાહન વ્યવહારને અસર થઈ છે. રસ્તા પર બરફ જામવાથી વાહનચાલકોને મુશ્કેલી આવી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram