Vaccine: કોરોનાની વેક્સિનને લઇને મોટા સમાચાર, આ તારીખથી શરૂ થઇ શકે છે વેક્સિનેશનની પ્રક્રિયા
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 10 દિવસમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે. કોવેક્સિનના ઉપયગો પહેલા મંજૂરી લેવી જરૂરી હશે. મંજૂરી મળ્યાના 10 દિવસ બાદ વેક્સિન રોલ આઉટ થઈ શકે છે. કોરોના પર પત્રકાર પરિષદ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવેલું વેક્સિન ડ્રાઈ સફળ રહ્યું છે.