કોરોના સંક્રમણમાં ઓકિસજન લેવલ ઘર પર રહીને આ રીતે કરો નોર્મલ
Continues below advertisement
હાલ કોરોના સંક્રમણના વધતાં જતાં કેસના કારણે હાલ સ્થિતિ એ સર્જાઇ છે કે, દર્દીને ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન બેડ હોસ્પિટલમાં નથી મળતો. આ સ્થિતિમાં ઘરે રહીને જ ઓક્સિજન લેવલ કેવી નોર્મલ કરી શકાય તે જાણવું જરૂરી બની ગયું છે. સામાન્ય કેસમાં ઓક્સિજન લેવલ 95થી 99 હોય છે. જો 95થી ઓછું લેવલ જાય તો તે ચિંતાજનક બાબત છે. આ સમયે ઓક્સિજન લેવલને મેન્ટેઇન કરવા માટે શું કરવું જોઇએ જાણીએ... તો આ મામલે ડોક્ટરની સલાહ મુજબ પેટ પર એટલે કે ઉલ્ટા સૂઇ જવું જોઇએ. તેના માટે એક તકિયો પેટ નીચે અને એક પગના પંજા નીચે રાખવો. આ રીતે આપ ઇમરજન્સીની સમયમાં ઓક્સિજન લેવલ મેઇન્ટેઇન કરી શકો છો.
Continues below advertisement