India Pakistan News : રાજ્ય સરકાર કરી શકશે આપાત શક્તિઓનો ઉપયોગ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

India Pakistan News : રાજ્ય સરકાર કરી શકશે આપાત શક્તિઓનો ઉપયોગ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

ગૃહ મંત્રાલયે રાજ્યના મુખ્યસચિવોને લખ્યો પત્ર. આપાતકાલિન ખરીદી માટે લખ્યો પત્ર. રાજ્ય સરકાર કરી શકે છે આપાત શક્તિઓનો ઉપયોગ. નાગરિકોની સુરક્ષા માટે ખરીદ અંગે રાજ્ય સરકારને અપાઈ છૂટ. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને યુદ્ધ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ અત્યંત ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત રાજ્ય સંપૂર્ણપણે હાઈ એલર્ટ મોડમાં આવી ગયું છે અને રાજ્યભરમાં સુરક્ષા તથા ઇમર્જન્સી વ્યવસ્થાને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સેના, પોલીસ અને વિવિધ સરકારી વિભાગો સંકલનમાં રહીને કાર્ય કરી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભયાનક તણાવ અને પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા ઉશ્કેરણીજનક પ્રયાસો વચ્ચે ગુજરાત રાજ્ય સુરક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. આજે (૯ મે, ૨૦૨૫) ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો, સંબંધિત જિલ્લાના વહીવટી વડાઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતની સુરક્ષા અંગેની માહિતી મેળવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola