India Post Jobs 2023: ઇન્ડિયા પોસ્ટ કરી મોટી ભરતીની જાહેરાત, ગુજરાત સહિત દેશમાં કેટલી કરાશે ભરતી?
Continues below advertisement
India Post Jobs 2023: સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં 105 સહિત દેશભરમાં 1899 જગ્યાની ભરતી જાહેર કરાઈ છે. ગુજરાતમાં પોસ્ટલ આસિસ્ટન્ટ, સૉર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ સહિતની પોસ્ટ માટે 9 ડિસેમ્બર સુધીમાં અરજી મગાવવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 9 ડિસેમ્બર છે. ઉમેદવારોએ અરજી ફીની ચૂકવણી પણ 9 ડિસેમ્બર સુધીમાં કરવાની રહેશે. 18 થી 27 વર્ષ સુધીની વયના ઉમેદવારો અરજી કરી શકશે.
Continues below advertisement