Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

Continues below advertisement

ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહીએ ફરી એકવાર આપ્યા છે ચિંતાજનક સમાચાર. હવામાન વિભાગે ચોમાસુંં નબળું રહેવાનું અનુમાન વ્યકત કર્યું છે. પહેલી વખત એવી સ્થિતિ આવી છે કે ચોમાસામાં પર્યાપ્ત માત્રામાં વરસાદ થશે નહીં. એપ્રિલ- મે માં અકળાવનારી ગરમીનો અહેસાસ કરાવ્યા બાદ જૂનના બીજા સપ્તાહથી લોકોને વરસાદથી રાહત મળવાની આશા હતી. પરંતું હવામાન વિભાગે જાહેર કરેલા પૂર્વાનુમાન મુજબ ગુજરાત, ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશામાં જૂનમાં પણ ગરમી હાહાકાર મચાવશે. હવામાન વિભાગે ઘણાં રાજ્યોમાં ગંભીર હીટવેવ તો કેટલાક રાજ્યમાં મધ્યમ હીટવેવની આગાહી કરી છે. દેશના બદલાઈ રહેલા વાતાવરણ પાછળ અલ નીનોની અસર જવાબદાર છે. જૂનમાં અલ નીનોની અસર ભલે મધ્યમ રહેશે. પરંતું સપ્ટેમ્બરમાં તો અલ નીનો દેશના વાતાવરણને તીવ્ર રીતે પ્રભાવિત કરવાનો દાવો કરાયો છે. જેના કારણે વાતાવરણમાં અણધાર્યા પલટા થતા રહેશે. હવામાન વિભાગના મતે વર્ષ 2015 પછી 11 વર્ષે ફરી દેશમાં નબળા ચોમાસાની શક્યતાઓ છે... ચોમાસું નબળું રહેતા જુલાઈ- ઓગષ્ટમાં મોંઘવારી વધશે અને મોંઘવારીનો દર 3.48 ટકાથી વધીને 5.5 ટકા પર પહોંચે તેવી ભીતિ વ્યકત કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola