Canada Murder | કેનેડામાં ભારતીય મૂળના યુવકની હત્યા, ઘરેથી જ મળી લાશ
Canada Murder | કેનેડામાં ભારતીય મૂળના યુવકની હત્યા થઈ છે. તેના ઘરેથી જ મળી લાશ. ભારતીય મૂળના યુવાનની ગોળી મારી હત્યા . પોલીસને ટારગેટ કિલિંગની શંકા. યુવરાજ ગોયલ નામનો યુવક 7 જૂનના રોજ તેના ઘરે જ મૃત હાલતમાં મળી આવ્યો . યુવરાજ 2019માં પંજાબના લુધિયાણાથી કેનેડા ગયો હતો અને ત્યાં સરેમાં સેલ્સ એક્ઝિક્યૂટિવ તરીકે નોકરી કરતો હતો. સરે બ્રિટિશ કોલંબિયામાં આવેલ શહેર છે. જોકે, પોલીસ આ હત્યાના કેસમાં તપાસ કરી રહી છે. તપાસ બાદ હત્યા કેસમાં વધુ વિગતો સામે આવી શકે છે. અત્યારે તો પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. જોકે, હત્યા કોણે અને કેમ કરી તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવી શકે છે.