Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Continues below advertisement

ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલોથી હુમલો કર્યો છે.  દેશના તમામ નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છે, ઇઝરાયેલી સૈન્યએ મંગળવારે આ જાણકારી આપી હતી.  ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે પણ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસને ટાંકીને IST રાત્રે 10.08 વાગ્યે કહ્યું કે મિસાઇલો થોડા સમય પહેલા છોડવામાં આવી હતી.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો છે. ઈઝરાયેલના જાફામાં પણ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ પહેલા હુતી વિદ્રોહીઓએ પણ મિસાઈલ હુમલાનો દાવો કર્યો હતો. મંગળવારે હિઝબુલ્લાએ મોસાદના હેડક્વાર્ટર પર હુમલો કરવાનો દાવો પણ કર્યો હતો.

વિદેશ મંત્રાલયના હેન્ડલ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "થોડા સમય પહેલા, ઇરાનથી ઇઝરાયેલ રાજ્ય તરફ મિસાઇલો છોડવામાં આવી હતી. ઇઝરાયેલને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું ચોક્કસ પાલન કરે. "

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram