J&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સ
શ્રીનગર પછી, શનિવારે (2 નવેમ્બર 2024) દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ સિવાય અનંતનાગના કચવાનમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બીજુ એન્કાઉન્ટર થયું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં 2 વિદેશી આતંકવાદીઓ (FT) માર્યા ગયા છે. એન્કાઉન્ટર સ્થળ પર ત્રણ આતંકવાદીઓની હાજરીના સમાચાર સામે આવ્યા છે. 19 આરઆર અને 7 પેરા ઓપરેશનમાં રોકાયેલા છે.
આ પહેલા શનિવારે શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ખાનયાર વિસ્તારને ઘેરી લીધો હતો અને સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે, પરંતુ હજુ સુધી બંને તરફથી કોઈ જાનહાનિના સમાચાર નથી.