J&K Encounter: સેના અને પોલીસના ઓપરેશનમાં આતંકીઓને મદદ કરનારા બે આકાઓ સકંજામાં

J&K Encounter: સેના અને પોલીસના ઓપરેશનમાં આતંકીઓને મદદ કરનારા બે આકાઓ સકંજામાં

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આર્મીએ આતંકવાદ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. શોપિયાના ડી.કે. પોરા વિસ્તારમાંથી સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સંયુક્ત કાર્યવાહી ભારતીય સેના, શોપિયા પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ હથિયારો અને સામગ્રીનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓ માટે થઈ શકે તેમ હતો, જેને સુરક્ષાદળોએ સમયસર નિષ્ફળ બનાવી દીધો. આ ઓપરેશનથી આતંકવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. જણાવી દઇએ કે, આ કાર્યવાહીમાં ભારતીય સેના, CRPF અને શોપિયા પોલીસની ટીમોએ ઉચ્ચ સ્તરનું સંકલન દર્શાવ્યું. ગુપ્તચર માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરીને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી. આ ઓપરેશન દરમિયાન કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola