કર્ણાટકઃ એક શાળામાં 59 વિદ્યાર્થીઓ સહિત 69 લોકો કોરોના પોઝિટીવ, શાળાને કરાઈ સીલ
કર્ણાટકની એક શાળામાં 59 વિદ્યાર્થી સહિત 69 લોકો કોરોના સંક્રમિત થયા છે. ચિકમંગલૂરની એક શાળામાં એક સાથે 69 લોકો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. આ શાળાને સીલ કરવામાં આવી છે. અને અહીંયા સ્વાસ્થ્ય કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.