Kolkata Doctor Case | ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત, આજે તમામ સરકારી મેડિકલ કોલેજના ડોક્ટર્સ કરશે વિરોધ
કોલકત્તામાં લેડી ડોક્ટરની હત્યાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.. આજે તમામ સરકારી મેડિકલ કોલેજના ઈન્ટર્ન અને જુનિયર રેસિડન્ટ ડોક્ટર્સ વિરોધ નોંધાવશે...
કોલકાતાની હોસ્પિટલમાં કથિત બળાત્કાર બાદ હત્યા કરવામાં આવનાર મહિલા ડોક્ટરના ઘરે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના અધિકારીઓ ગુરુવારે (15 ઑગસ્ટ) પહોંચ્યા હતા. એક અધિકારીએ આ માહિતી આપી હતી.. તેમણે જણાવ્યું કે તેમની તપાસના ભાગરૂપે સીબીઆઈ અધિકારીઓએ મહિલા ડૉક્ટરના માતા-પિતા સાથે વાત કરી હતી. આ મામલે પાંચ ડોક્ટરોને પણ નોટિસ આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે તપાસ અધિકારીઓએ હોસ્પિટલમાંથી કોલના સમયની નોંધ લીધી હતી, જેમાં તેમને તેમની પુત્રીના મૃત્યુ વિશે જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ તેમને તેમની પુત્રીના મિત્રો વિશે પણ પૂછ્યું અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું પીડિતાએ સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કોઈ સમસ્યા અંગે ફરિયાદ કરી છે, જ્યાં તે જૂનિયર ડૉક્ટર હતી.